16 Dec 2014

"કદમ ચલેગા,કલમ ચલેગી હમ હોંગે કામિયાબ એક દિન.................".સમગ્ર ગુજરાત માં ક્ષત્રિયો માં આવતી તમામ પેટા જ્ઞાતિ ઓનાવિવિધ ક્ષેત્રો ના હિતો નું રક્ષણ કરનારું સક્રિય સક્ષમ સંગઠન એટલેજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના.સેના થી જોડાયેલ તમામેં-તમામ સૈનિકો જેઓ સમાજ માટે ચોવીસે કલાક સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે.સમગ્ર ગુજરાત માં એક લાખ ચાલીસ હજાર યુવાનો નું મજબુત સંગઠન જે ગુજરાત ના ઉત્તર-દક્ષીણ,પૂર્વ-પચ્ચીમ વિસ્તાર થી ભાઈચારા,આત્મીયતા ની લાગણી થીસમાજ ના હિતાર્થે જોડાયેલા છે.આ સેના સમાજ ના લોકો નું વિવિધ ક્ષેત્રે,વિવિધ પ્રકારે થતા શોષણ સામે પ્રચંડ પડકાર ફેકવાની સક્રિય ભૂમિકા ભજવી રહી છે.આ સેનાક્ષત્રિય ઠાકોર સમાજ ની માત્રુ સંસ્થા બનાવવા ની હોઈ સમાજ ના દરેક વ્યક્તિ ઓએ સેના ના કાર્ય માં સહયોગી બનવું જોઈએ,વિરોધ કરવો નહિ કારણ કે આ સેના અત્યારે આગામી સમય માં લોકો ને સુખ,શાંતિ અને સલામતી આપવાનું કામ કરી રહી છે.આપણાસમાજ ને બદનામ કરનારા આંતર કે બાહ્ય અસામાજિક તત્વો ને જડબાતોડ જવાબ આપી ને સમાજ ની "આગવી ઓળખ"ઉભી કરી ને સમાજ માં શિક્ષણ અને સંસ્કાર થી શરૂઆત કરી ને સર્વાંગી વિકાસ કરવા ના ઉદ્દેશ ને સાર્થક કરવાના પ્રયત્નો કરી રહી છે.

Alpesh Thakor ( President Kshatriya Thakor Sena Gujarat )